Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ભડકો, નિરંજન પટેલે ધારાસભ્ય સહિત તમામ પદેથી આપી દીધુ રાજીનામું

ગુજરાતમાં (Gujarat Election) ટિકિટોની વહેંચણી બાદ તમામ પાર્ટીઓમાં નારાજ નેતાઓની યાદી લાંબી થતી જાય છે. અનેક જગ્યાએ ટિકિટ ન મળવાને કારણે નેતાઓ અને તેના કાર્યકર્તાઓ પાર્ટી સામે વિરોધ કરી રહ્યાં છે. તો કેટલાક નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. નિરંજન પટેલે આપ્યું રાજીનામુંગુજરાતમાં પેટલાદ(Petlad)મત વિસ્તારના ધારા
ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ભડકો  નિરંજન પટેલે ધારાસભ્ય સહિત તમામ પદેથી આપી દીધુ રાજીનામું
ગુજરાતમાં (Gujarat Election) ટિકિટોની વહેંચણી બાદ તમામ પાર્ટીઓમાં નારાજ નેતાઓની યાદી લાંબી થતી જાય છે. અનેક જગ્યાએ ટિકિટ ન મળવાને કારણે નેતાઓ અને તેના કાર્યકર્તાઓ પાર્ટી સામે વિરોધ કરી રહ્યાં છે. તો કેટલાક નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. 
નિરંજન પટેલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં પેટલાદ(Petlad)મત વિસ્તારના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલે (Niranjanbhai Patel)ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના (Congress)તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મોકલી આપ્યું છે. નોંધનીય છે કે પેટલાદ વિધાનસભા સીટ પર કોંગ્રેસે આ વખતે નિરંજન પટેલની ટિકિટ કાપીને પ્રકાશ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. 
ટિકિટ ન મળતા નારાજ થયા નિરંજન પટેલ
પેટલાદ મતવિસ્તારના ધારાસભ્ય નિરંજન પટેલને પાર્ટીએ ટિકિટ ન આપતા તે નારાજ થયા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટલાદ બેઠક પર આ વખતે પ્રકાશ પરમારને ટિકિટ આપી છે. એટલે ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે અને ધારાસભ્ય ઉપરાંત પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે.
માતર વિધાનસભા સીટ પર પણ વિરોધ
ગુજરાત કોંગ્રેસ દ્વારા જ્યારથી ટિકિટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પાર્ટીમાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ નારાજ થઈ ગયા છે. કોંગ્રેસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યાં છે. તો આજે અમદાવાદ કોંગ્રેસની ઓફિસ ખાતે માતર વિધાનસભાના નારાજ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને સંજય પરમારને ટિકિટ આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટીને માતર સીટ પર હરાવવાની ચીમકી પણ આપી દીધી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.